અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને બોલીવૂડના ડિરેક્ટર રામગોપાલ વર્માએ નિશાન સાધ્યુ છે. તેમણે લખ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે મારા સ્વાગતમાં એક કરોડ લોકો ઉમટી પડવાના છે. જોકે આ દાવો ત્યારે જ સાચો પડે જ્યારે અમિતાભ બચ્ચન, સલમાનખાન, શાહરુખ, રજનીકાંત, કેટરિના કૈફ, દિપિકા અને સની લીઓનીને ટ્રમ્પની જોડે ઉભા રાખવામાં આવે. રામ ગોપાલ વર્માએ સની લીઓનીનુ નામ પોતાના ટ્વીટમાં ખાસ કેપિટલ અક્ષરોથી હાઈલાઈટ પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, મારા સ્વાગતમાં અમદાવાદમાં 1 કરોડ લોકો ઉભા રહેવાના છે.