લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી ન કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે. બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
યુવાનોએ રસ્તાઓ ઉપર ટાયરો સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અને રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.