અમદાવાદના સીટીએમ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ બેનર્સ અને થાળી વેલણ સાથે રેલી કાઢી હતી. ઉત્તરપ્રદેશમાં જે રીતે યોગી સરકારે ગુનેગારોને દાબી દીધા હતા, તેનું અનુકરણ કરવા માટે આ રેલીમાં માંગ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ યોગીવાળી કરવા માંગ થઈ હતી. લોકોએ બેનરમાં 'યોગી સરકારનું અનુકરણ કરો'ના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.