રાખી સાવંત બોલીવૂડની ડ્રામા ક્વીન છે. તેમની જિંદગીમાં વિવાદોની કદી અછત પડી જ નથી! તેવામાં રાખીના લેટેસ્ટ વિવાદોમાં આ વખતે સામેલ થયા છે તેમના રિતિશ નામના યુવક લગ્ન. મીકા સિંહની બર્થ ડે પાર્ટીમાં Kiss વિવાદથી લઇને રિયાલિટી શોમાં સ્વયંવર રચાવવા તથા વિદેશી વરરાજા સાથે ગુપચુપ લગ્ન કરનાર રાખી સાવંતના જીવનમાં હંમેશા કંઇકને કંઇ થતું જ રહે છે. જો કે છેલ્લે પોતાના લગ્નના સમાચાર આપી રાખીએ નવો વિવાદ ઊભો કર્યો હતો. અને દર વખતની જેમ તેની વાતમાં લોકોને વિશ્વાસ ભાગ્યે જ થયો હતો. ચર્ચા તો તેવી પણ છે કે રાખીએ ખરેખરમાં લગ્ન કર્યા છે કે કેમ? રાખી સાવંતનું કહેવું છે કે તેમણે રિતેશ નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. અને તે દુનિયા સામે તેના પતિનો ચહેરો નથી બતાવવા માંગતી. પણ હવે એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે રાખીના ખરેખરમાં લગ્ન થયા છે.