રક્ષાબંધન તહેવાર ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે અને ૧૫મી ઓગસ્ટે રક્ષાબંધન તહેવાર દેશ ભર ઉજવવામાં આવશે. સંજીવ ભટ્ટ હાલ એનડીપીએસ(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) કેસ મામલે પાલનપુર જેલમાં બંધ છે. આવતીકાલે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા જવાની છે. તેમની સાથે કોંગ્રેસનાં હાર્દિક પટેલ પણ જવાનાં છે. આ ઉપરાંત સંજીવ ભટ્ટ માટે દેશવિદેશમાંથી 25 હજાર જેટલી રાખડીઓ આવી છે.
જયારે હાર્દિક પટેલે કહ્યું છે કે 'અમને સંજીવ ભટ્ટને મળવા પોલીસ અને તંત્ર સહયોગ આપે તેવી આશા રાખીએ છીએ. ' મહત્વનું છે કે 1996માં બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમના પર ડ્રગ્સનો કેસ થયો હતો. 1996માં ડ્રગ્સ કાંડમાં સંજીવ ભટ્ટનુ નામ ખુલ્યુ હતુ. પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી બાદમાં આ એડવોકેટે હાઈકોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ બોગસ નીકળ્યો હતો. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા હોટલમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો હતો. 2018માં આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. હાલમાં આ કેસમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે.