ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી એક વખત સંસદને ઘેરવાની ચેતવણી આપી છે. ઉપરાંત આ વખતે તેમણે લોકોને કહ્યું હતું કે, તમને જ્યારે પણ દિલ્હી જવા કહેવામાં આવે ત્યારે બેરિકેડ્સ તોડવા તૈયાર રહેજો. ભારતીય ખેડૂત યુનિયનના નેતા ટિકૈતે મંગળવારે જયપુર ખાતે ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી હતી.
રાકેશ ટિકૈતે જણાવ્યું કે, 'વડાપ્રધાન કહે છે કે, તમે તમારો પાક કોઈ પણ જગ્યાએ વેચી શકો છો અને આપણે તે સાબિત કરીને બતાવીશું. હવે વિધાનસભાઓ, કલેક્ટર ઓફિસ અને સંસદમાં પણ આપણો પાક વેચીશું. સંસદથી સારૂં કોઈ માર્કેટ નથી.'