પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરવાના છે.
આ દરમિયાન ખેડૂત આગેવાન અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સોશિયલ મીડિયા પર બાઈડનને અપીલ કરી છે કે, પીએમ મોદી સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે પણ તમે ચર્ચા કરજો.
રાકેશ ટિકૈતે ટ્વિટર પર લખ્યુ હતુ કે, ભારતીય ખેડૂતો પીએમ મોદીની સરકારના નવા કૃષિ કાયદાઓ સામે દેખાવો કરી રહ્યા છે. અગિયાર મહિનામાં આ દેખાવો દરમિયાન 700 ખેડૂતોના જીવ ગયા છે અને આ કાળા કાયદા પાછા ખેંચાય તે જરૂરી છે. પીએમ મોદી સાથે મિટિંગ કરો તો અમારા મુદ્દા પર પણ ધ્યાન આપજો.