હરિયાણાના કરનાલ ખાતે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ બાદ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત ભાજપ સરકાર પર વધુ આકરા થયા છે. એક સભા દરમિયાન ટિકૈતે કહ્યું કે, સરકારે લાઠીચાર્જ કરાવીને યોગ્ય નથી કર્યું અને તેને ભૂલવામાં નહીં આવે. અમે તો આખી જિંદગી લડાઈ લડ્યા છીએ. તમે તો અંગ્રેજો વિરૂદ્ધ પણ નથી લડ્યા અને મુગલો વિરૂદ્ધ પણ નથી લડ્યા. ત્યાર બાદ તેમણે આરએસએસને નિશાન પર લીધું હતું.