રાજ્યસભા ચૂંટણીને પગલે છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપી દીધા છે. જ્યારે એક ધારાસભ્યના રાજીનામાની સત્તાવાર જાહેરાત બાકી છે. એટલું જ ઓછું હોય તેમ કોંગ્રેસના 6 ધારાસભ્યો હાલમાં ગુમ છે અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી અને તેઓ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતા જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના જીતની શક્યતા વધી ગઈ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસ હાઈકમાન્ડ બેમાંથી એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવી આબરૂ બચાવવાની કોશિશ કરી રહી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના બંને ઉમેદવારો દિગ્ગજ નેતા છે, જેને કારણે કોને પાછી પાની કરાવવીએ અંગે પણ ગૂંચ ઉભી થઈ છે. કોંગ્રેસના બે ઉમેદવાર પૈકી ભરતસિંહ સોલંકીને જો ફોર્મ પાછું ખેંચવાનું કહેવામાં આવે તો ભરતસિંહ સમર્થક ધારાસભ્યો બળવો કરી શકે તેવો ભય પણ કોંગ્રેસને સતાવી રહ્યો છે.