રાજ્યસભાના ઉમેદવારો માટે ભાજપે ૧૧મી માર્ચે બપોર પછી નામ જાહેર કર્યા હતા.. જેમાં સૌરાષ્ટ્રમાંથી જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની પસંદગી થઈ છે તો અન્ય નામમાં રમીલાબેન બારાનું નામ પસંદ કરવામાં આવ્યું છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં "નો રિપીટ" થિયરીને આગળ વધારી છે અને નવા ચહેરાઓ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
કોણ છે અભય ભારદ્વાજ ?
અભય ભારદ્વાજની વાત કરવામાં આવે તો તેઓ ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલ છે. તેઓ રાજકોટ બાર એસોશિએશનના પૂર્વ ચેરમેન પણ રહી ચુક્યા છે તથા પરશુરામ યુવા સંસ્થાના તેઓ સ્થાપક છે. અભયભાઈ ભારદ્વાજને રાજ્યસભામાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યકત કર્યો હતો.
રાજ્યસભામાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ મળતા તેવી વાતો વચ્ચે અભયભાઈનું નામ જાહેર થતાં ભાજપના વર્તુળો તેમજ તેમના ચાહકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
કોણ છે રમીલાબેન બારા?
રમીલાબેન બારા સચિવાલયમાંથી રાજીનામુ આપી ભાજપમાંથી પેટા ચૂંટણી લડયા હતા. તેઓ આદિવાસી વિકાસ ખાતાના ચેરમેન રહી ચુક્યા છે. તેઓ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2004થી 2008 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહી ચુક્યા છે. હાલમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.