આગામી 26મી તારીખે રાજ્યસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જેમાં ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણ મારુ, અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડિયાના રાજીનામા સ્વીકારી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષે આ ચારે ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે. વિધાનસભા સૂત્રો અનુસાર, હજી વધુ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવી શકે છે.