મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે શુક્રવારે થયેલા મતદાનના પરિણામ આવી ગયા છે. અહીં ભાજપે તેની બે સીટો યથાવત રાખી છે, જ્યારે એક સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રોફેસર સુમેર સિંહ સોલંકીની જીત થઇ છે અને કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સૌથી વધુ મતોથી ચૂંટાયા છે. દિગ્વિજય સતત બીજીવાર મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયા છે.
માહિતી મુજબ રાજ્યસભા ચૂંટણી માટે મતદાનમાં કુલ 206 મત પડ્યા હતા, જેમાંથી દિગ્વિજય સિંહના ખાતામાં 57 મત, સિંધિયાને 56 મત અને સોલંકીને 55 મત તથા બરૈયાને માત્ર 36 મત મળ્યા હતા.
નોંધનીય છે કે કોંગ્રેસ પાસે વર્તમાનમાં 92 ધારાસભ્યો છે.