ગુજરાત (Gujarat)માં રાજ્યસભા (Rajya Sabha)ની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. બીજેપી (BJP)ના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) અને કૉંગ્રેસ (Congress)ના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ (Ahmed Patel)ના નિધન બાદ ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી માટે 1 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.
રાજ્યસભાની આ બંને બેઠકો માટે 11 ફેબ્રુઆરીએ જાહેરનામું રજૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.