લોકડાઉન વચ્ચે ચૂંટણી આયોગ રાજ્યસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જોડાઇ ગયું છે. 3 મહીના બાદ થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી આયોગે રાજ્યસભાની 18 સીટો માટે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડાએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, 18 રાજ્યસભાની સીટો માટે તારીખ 19 જૂનનાં રોજ ચૂંટણી યોજાશે. એ જ દિવસે ચૂંટણીનાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે માર્ચ મહીનામાં કુલ 55 સીટો પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ આ 55માંથી 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ પસંદ કરવામાં આવ્યાં હતાં જ્યાર બાદ 18 સીટો પર ચૂંટણી બાકી હતી પરંતુ લોકડાઉનને લીધે ચૂંટણી મુલતવી કરી દેવાઇ હતી.
ગુજરાતમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો છે મેદાને
ગુજરાતની 4 બેઠકો પર 5 સભ્યોએ ફોર્મ ભર્યા છે. જેમાં કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર છે. બીજી બાજુ ભાજપ તરફથી નરહરી અમિન, અભય ભારદ્વાજ અને રમિલાબેન બારા ઉમેદવાર છે.
રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણીની નવી તારીખો જાહેર થઈ હતી જેમાં ગુજરાતની 4 બેઠકો પર યોજાશે. નવી તારીખો બાદ ભાજપ તરફથી ઉમેદવાર અભય ભારદ્વાજે પ્રતિક્રિયા આપી હતી કે અમે કાલે પણ જીતવાના હતા અને આજે પણ જીતીશું.
આ અંગે નરહરી અમીને કહ્યું કે કોંગ્રેસનું ઘર પહેલેથી ભાંગેલુ છે. કોંગ્રેસના જ મિત્રો જીતાડવામાં મદદ કરશે. BTP અને NCPના ધારાસભ્યો ભાજપને મત આપશે.
મહત્વનું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. 10 રાજ્યોની 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે હવે 7 રાજ્યોની 18 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
શું કહે છે બંધારણ?
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે.