રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ભાજપ પછી હવે કોંગ્રેસે પણ પોતાના 2 ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરત સિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. લાંબી ખેચતાણ બાદ અંતે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ શક્તિસિંહ અને રાજીવ શુક્લાના નામની જોરશોરથી ચર્ચા ચાલતી હોવાથી ગુજરાત કોંગ્રેસમાં બળવાના એંધાણ થયા હતા. ગુજરાત કોંગ્રેસના 30થી વધુ ધારાસભ્યો નારાજ હોવાની વાત આવતાં જ મોવડી મંડળે ફેરફાર કરી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા ભરતસિંહ સોલંકી અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.