કોરોના વાયરસને કારણે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીને હાલ પુરતી મુલતવી રાખી છે. ચૂંટણી પંચે મંગળવારે બેઠક બાદ રાજ્યસભા ચૂંટણીના મતદાનને ટાળવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની 55 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાંથી 37 બેઠકો પર ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા હતા પરંતુ 18 બેઠકો માટે 26 માર્ચે મતદાન યોજાવાનું હતું. જેમાં ગુજરાતની પણ 4 બેઠકનો સમાવેશ થતો હતો. 31મી માર્ચ બાદ ચૂંટણી પંચ રાજ્યસભા ચૂંટણીની નવી તારીખ જાહેર કરશે.