Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિન્દી સાહિત્યના વિદ્વાન પત્રકાર અને સાહિત્યકાર સ્વ.માધવરાય સપ્રે ના નામે રાષ્ટ્રીય સ્તરનું સન્માન અને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ભોપાલના સપ્રે સંગ્રહાલય અને સંશોધન કેન્દ્રના 39માં સ્થાપના દિવસે એક કાર્યક્રમમાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રીવિષ્ણુ પંડ્યાને આ અવોર્ડ એનાયત કરવામાં આવશે. 
રાજ્યસભાના ઉપસાભાપતિ અને હિન્દી પત્રકાર ડો. હરિવંશના વરદ હસ્તે આ સન્માન થઈ રહ્યું છે.  કાર્યક્રમના અધ્યક્ષ મધ્યપ્રદેશ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. વિકાસ દવે ઉપસ્થિ રહેશે.
  યુનિવર્સિટી, સંગ્રાલય તેમજ ભોપાલ ગુજરાતી સમાજના સંયુક્ત ઉપક્રમે 19 જૂન,2022 રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી પત્રકારત્વની યાત્રા વિષે શ્રી વિષ્ણુ પંડ્યા અને ભારતીય પત્રકારત્વ વિષે ડો.હરિવંશનું વ્યખ્યાન થશે. સપ્રે સંગ્રાલય 39 વર્ષથી ભોપાલમાં રાષ્ટ્રીય સ્તરનું કાર્ય અને સંગ્રાલયના નિયામક છે. ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે હિન્દી પત્રકારત્વમાં સુપ્રતિષ્ઠ અવોર્ડ ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર શ્રી પંડ્યા ને અપાઈ રહ્યો છે. ગુજરાતી પત્રકારત્વ ને 200 વર્ષ પુરા થાયા છે. તે વિષયને કેન્દ્રમાં રાખી ને આ ક્રર્યક્રમ યોજવામાં અવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ