આજે કાર્ય મંત્રણા સમિતી(BAC)ની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ નારાજ થયા છે અને તેઓ બેઠકને અધવચ્ચે જ છોડીને જતા રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિષ્ટાચારનું પાલન ન થતાં રાજ્યસભા અધ્યક્ષ ગુસ્સામાં આવીને બેઠક છોડીને જતા રહ્યા છે.
બીજીતરફ વિપક્ષી નેતાના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન ડુપ્લીકેટ મતદાર ઓળખ કાર્ડ (EPIC) પર ચર્ચા તેમજ ધારાસભ્યોને સંસદીય સમિતિમાં મોકલવાની માંગ મુદ્દે સત્તા ધારી પાર્ટી અને વિપક્ષના સભ્યો વચ્ચે મતભેદ થયો હતો, જેના કારણે રાજ્યસભા અધ્યક્ષ નારાજ થયા હતા.