સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઊઠાવ્યો હતો. જ્યારે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ મહાભિયોગના વિપક્ષના પ્રસ્તાવ મુદ્દે ભારે માહોલ ગરમાયો હતો. બીજી બાજુ આજે બંધારણ મુદ્દે પણ ચર્ચા થવાની છે. પ્રિયંકા ગાંધી આજે પહેલીવાર લોકસભામાં ભાષણ આપશે. વિપક્ષની બબાલ વચ્ચે સોમવાર સુધી રાજ્યસભા સ્થગિત કરાઈ છે.
રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
રાજ્યસભામાં મામલો બગડતાં ખડગે અને ધનખડ વચ્ચે તીખી ખટપટ થઇ હતી. આ દરમિયાન હોબાળાને ધ્યાનમાં રાખીને સોમવાર સુધી રાજ્યસભા સ્થગિત કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.