શહેરના ચકચારી હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પાવાગઢ મંદિરના ટ્રસ્ટી આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરી લેવામાં આવી છે. સોમવારે મોડી સાંજે આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરવા બદલ સયાજીગંજની હાર્મની હોટલના તથા કુરિયર કંપનીના માલિક કાનજી મોકરિયાની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, હરિયાણાની 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરાયાની ફરિયાદ બાદ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન (Ashok Jain) ભાગતા ફરતા હતા જેમાંથી એકની ધરપકડ થઇ છે.