રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી પી જોશીએ રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી આજે સવારે પાછી ખેંચી લીધી હતી. આજે સુપ્રીમમાં આ અરજીની આખરી સુનાવણી થવાની હતી. એ પહેલાંજ સ્પીકરે અરજી પાછી ખેંચી લીધી હતી.
રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ અને તેમના 19 સાથીદારોએ બળવો પોકાર્યો ત્યારે સ્પીકર તેમની સામે પગલાં લેવાના હતા. પાઇલટે રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરીને સ્પીકરને પગલાં લેતાં રોક્યા હતા.
સુપ્રીમ કોર્ટે સ્પીકરને કહ્યું હતું કે ધારાસભ્યો કાયદેસર રીતે ચૂંટાયેલા છે એટલે તેમને અસંતોષ વ્યક્ત કરવાનો કે બળવો કરવાનો અધિકાર છે. તમે એમને અસંતોષ વ્યક્ત કરતાં અટકાવી શકો નહીં.
સુપ્રીમે સ્પીકરની અરજીનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો અને કહ્યું હતું કે રાજસ્થાન હાઇકોર્ટનો ચુકાદો આવી જવા દો. પછી તમારી અરજી પર વિચાર કરીશું. રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાઇલટ જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો હતોય.
એટલે બધાંની નજર આજે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર હતી. પરંતુ સ્પીકર અને ખાસ તો મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સમજી ગયા હતા કે સુપ્રીમ કોર્ટમાં શું થવાનું છે એટલે પરાજિત થવાને બદલે સ્પીકરે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી કોર્ટ ઊઘડે એ પહેલાં પાછી ખેંચી લીધી હતી.