રાજસ્થાનનું શિક્ષણતંત્ર નવો ‘’ઈતિહાસ’’ રચી રહ્યું છે. રાજસ્થાન યુનિવર્સિટીમાં રજૂ થયેલા પ્રસ્તાવમાં મહારાણા પ્રતાપને હલ્દીઘાટીના યુદ્ધના વિજેતા દર્શાવાયા છે. પ્રસ્તાવ મુજબ મહારાણા પ્રતાપ હલ્દીઘાટીની લડાઈ જીત્યા હતા, અકબરનો સેનાપતિ માનસિંહ હાર્યો હતો. ઈતિહાસ-પરિવર્તન અંગે પદાધિકારી કહે છે કે અત્યારસુધી ખંડિત ઈતિહાસ રજૂ થયો, તે અમે સુધાર્યો. જો કે, ઈતિહાસકારોનું કહેવું છે કે આ ઈતિહાસનું નહીં, પણ શિક્ષણ વ્યવસ્થાનુ અપમાન છે.