કર્ણાટક સંકટનો મુદ્દો સોમવારે સંસદ સુધી પહોંચી ગયો. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ભાજપ પર કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર તોડવાનો મુદ્દો ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે તેઓ અમારા ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેનથી લઈ ગયા. તેઓએ કહ્યું કે સરકાર તોડવા માટે પક્ષપલટાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે કેન્દ્ર સરકાર કાવતરું ઘડી રહી છે. ત્યારબાદ રાજનાથ સિંહે ચૌધરીના આરોપોને પાયાથી ફગાવતાં પ્રતિક્રિયા આપી. રાજનાથ સિંહે કહ્યું કે, કર્ણાટકના રાજીનામા સાથે ભાજપને કોઈ લેવા-દેવા નથી. કર્ણાટકના નેતા રાહુલ ગાંધીને ફોલો કરી રહ્યા છે.
અધીર રંજન ચૌધરીએ ભાજપ પર મોટો આરોપ કરતાં કહ્યું કે, સરકાર લોકતંત્ર પર તરાપ મારી રહી છે. આપની પાર્ટીઓના નેતાઓનો તેમાં હાથ છે. તેઓએ કહ્યું કે આપના 303 સાંસદ છે પરંતુ આપનું પેટ ભરાયું નથી, આપનું પેટ અને કાશ્મીરી ગેટ બરાબર થઈ ગયા છે. તેનો જવાબ આપતાં રાજનાથ સિંહે કહ્યું કે કર્ણાટકથી અમારી પાર્ટીને કોઈ લેવા-દેવા નથી અને પ્રલોભન આપીને આજ સુધી અમે પક્ષપલટો કરાવવાનો પ્રયાસ નથી કર્યો. સંસદીય લોકતંત્રની ગરિમાને કાયમ રાખવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.