રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પેન્સિલ બનાવવામાં આવી છે. જે પેન્સિલ વાપર્યા બાદ તેને જમીનમાં રોપવાથી ભવિષ્યમાં તેમાંથી વટવૃક્ષનું નિર્માણ થશે. આ પેન્સિલના છેડે વૃક્ષના બીજ રાખવામાં આવ્યાં છે અને પેન્સિલ પૂરી થઈ ગયા બાદ તેનું જમીનમાં વાવેતર કરી શકાય છે.
ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા બનાવેલ પેન્સિલ ફ્રીમાં બાળકોને આપવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ આવી પેન્સિલનું ફ્રીમાં વિતરણ કરી પર્યાવરણ બચાવવા લોકોની મદદ કરશે.
મહત્વનું છે કે આ પેન્સિલ અમદાવાદમાં બનાવવામાં આવે છે. જેનો ખર્ચ પ્રતિ પેન્સિલ 17 રૂપિયામાં થાય છે. જ્યારે જથ્થાબંધ ખરીદી કરતાં હોવાથી આ પેન્સિલ 10 રૂપિયામાં મળે છે. આ તમામ પેન્સિલ વિતરણનો કુલ ખર્ચ હાલ ફાઉન્ડેશનના મેમ્બર દ્વારા ઉઠાવવામાં આવશે.