વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બર રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેમને આવકારવા માટેની તૈયારીઓ છેલ્લાં તબક્કામાં છે. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર અટલે કે ગાંધી મ્યુઝિયમમાં જેમ અંદર તડામાર તૈયારી ચાલી રહી તેવીજ રીતે વડાપ્રધાન એરપોર્ટથી જે રસ્તે મ્યુઝિયમ પહોંચવાના છે તે રસ્તાઓ નવા બનાવી દેવાયા છે. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ લેવાઈ છે.સરકારી ઇમારતોમાં રંગીન લાઈટ લગાવી દેવાઈ છે.