રાજકોટમાં પાણી ચોરી અટકાવવા મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી 24 ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંગળવારે પ્રથમ દિવસે 15 જેટલા પાણી ચોરી કરનારને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 30,000 જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. 31 જુલાઈ સુધી આ 24 ટીમ દ્વારા સમગ્ર રાજકોટમાં પાણી ચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે.