Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ શહેરમાં તાજેતરમાં લેવામાં આવેલી LRD અને PSIની ભરતી પ્રક્રિયામાં રૂપિયા લઇ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં એક યુવતીએ પોતે એક મંત્રીની ભત્રીજી હોવાનું કહીને એક બે નહીં 12 જેટલા લોકોને પોતાના ઝાંસામાં ફસાવીને અંદાજે 15 લાખ જેટલા રૂપિયા પડાવ્યાં હોવાનું સામે આવ્યું છે.
ગાંધીગ્રામ પોલીસે ક્રિષ્ના ભરડવા તેમજ જેનિશ પરસાણા નામના બંટી-બબલીની ધરપકડ કરી છે. આરોપી ક્રિષ્ના ભરડવા તેમજ જેનિશ પરસાણા નામના બંટી-બબલીએ 12 જેટલા લોકોને કોઈપણ પરીક્ષા વિના સીધી ભરતીની લાલચ આપી હતી અને કુલ રૂ. 15 લાખ પડાવ્યા હતા. 
ગાંધીગ્રામ પોલીસને આશિષ સિયારામ ભગતની ફરિયાદ મળી હતી જેના પર પોલીસે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ક્રિષ્ના ભરડવા નામની યુવતી પોતે મંત્રીની ભત્રીજી હોવાની ઓળખ આપતી હતી. તેમજ ભરતી બોર્ડમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવાનું કહીને તેણીએ જેનિશ પરસાણા સાથે મળી 10 લોકો પાસેથી રૂ. 1.10 લાખ તેમજ અન્ય બે પાસેથી રૂ. 4 લાખ મળી કુલ 15 લાખ ઉઘરાવ્યાં હતા. ભરતી માટેના લિસ્ટમાં નામ નહીં આવતા આશિષ સિયારામ ભગતે છેતરપિંડીની આશંકાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંટી-બબલી વિદેશ ભાગે તે પહેલાં ઝડપી લીધા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ