એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચાર વિરૂદ્ધની વાતો કરી રહ્યા છે. ત્યા રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટનાં કલેક્ટર રેમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો સારો એવો પ્રચાર કરવા માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્રએ પત્રકારોને ખુલ્લેઆમ લાંચની ઓફર કરતાં હડકંપ મચ્યો છે. જેમાં સમાચાર પત્ર ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકારે ચેક પરત કરતાં કૌભાંડનો ખુલાસો થયો છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ હતી. આ દરમિયાન પ્રિન્ટ મીડિયામાં કાર્યક્રમના સારા પ્રચાર માટે 8 સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહી વાળા ચેક અપાયા હોવા છતાં કલેક્ટર એવો દાવો કરી રહ્યા છે કે બધુ નિયમાનુસાર થયું છે. કલેક્ટર રમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના 8 અખબારોના પત્રકારોને લાંચ પેટે રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું છે. આ 8 અખબારોમાંથી ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકારને પણ 50,000નો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ ભાસ્કરના પત્રકારે માત્ર પુરાવા એકત્રિત કરવાના ભાગરૂપે ચેક લીધા બાદ અધિક કલેક્ટર પરિમલ પંડ્યા પાસે રૂબરૂ જઈને રૂપિયા 50,000નો ચેક પરત આપી દીધો હતો. પરંતુ ઘટનાને લઈ સ્થાનિક વહીવટી તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.