જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાને લઈને ઠોશ નિર્ણયો લીધા છે. પાકિસ્તાને પણ કેટલાક ભારત વિરોધી પગલાં લીધા છે. આ દરમિયાન ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે ટેકનિકલ અને મેડિકલ ઇમરજન્સીમાં લેન્ડિંગ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે.