સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં ગુનાહિત બેદરકારી દાખવાતા લાગેલી આગમાં 27 નિર્દોષ માનવદેહો સળગીને કોલસા જેવા થઈ ગયાના અત્યંત દર્દનાક બનાવમાં રાજ્ય સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિમેલી સિટને 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો જે દસ દિવસ આજે પૂરા થયા છે પરંતુ, આ અગ્નિકાંડમાં અનેક પૂરાવા મેળવવાના હજુ બાકી હોય સિટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ છે. સિટની તપાસમાં પોલીસની મંજુરીની પ્રક્રિયાની ફાઈલનો આશરે અર્ધો હિસ્સો ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળેલ નથી, ઉપરાંત અન્ય દસ્તાવેજી પૂરાવાઓની પણ સિટ દ્વારા શોધખોળ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.