Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટમા છેલ્લા બે મહિનાથી રોડ-રસ્તા બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આવી હાલત છતાં તંત્રના પેટમાં પાણી હલતું ન હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતીની ટીમે રસ્તાની હાલતની માહિતી માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડ્યું હતું કે, ખુદ મુખ્યપ્રધાનના વિસ્તારમાં જ 'દીવા તળે અંધારુ' છે. શહેરના લક્ષ્મીનગરના નાલા પાસે તપાસ કરતા મોટાં મોટાં ખાડા જોવા મળ્યાં હતાં. એક તરફ સરકારે નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની રકમ ખૂબ વધારી દીધી છે ત્યારે લોકોએ  ગુજરાતી સાથેની વાતચીતમાં બળાપો કાઢતા જણાવ્યું હતું કે, "સરકાર ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો લાવે છે તે પ્રમાણે ખાડા પૂરવાનો કાયદો પણ લાવે."
જૂના માર્કેટયાર્ડ પાસે પણ રોડ રસ્તાની બિસ્માર હાલત
બે દિવસ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તાર પાસે સ્થાનિકોએ ખાડામાં સુઈને વિરોધ કર્યો હતો.  ગુજરાતીની ટીમે જૂના માર્કેટ યાર્ડ વિસ્તારની લીધી ત્યારે અહીં રોડ બે ભાગમા વહેંચાયેલો જોવા મળ્યો હતો. એક તરફ રોડ અને બીજી તરફ માત્ર ખાડા અને ખાડા જ જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે રાજકોટના જૂના માર્કેટ યાર્ડમા રોજના હજારો ટ્રક આવતા હોઈ છે. અહીં શાકભાજી માર્કેટ ભરાય છે. એક બાજુ ખરાબ રસ્તો અને બીજી તરફ મોટા વાહનોની અવરજવરને કારણે આસપાસ રહેતા લોકો પરેશાન થઈ ગયા છે. લોકોએ ખાડાઓને કારણે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ આ જ વિસ્તારમા રહેતા હોવા છતાં રસ્તાઓની સમસ્યા ઉકેલાતી નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ