રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડનાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જુથવાદને કારણે કોંગ્રેસ છોડ્યું હતું. આવતીકાલે શુક્રવારે તેઓ ફરી હાર્દિક પટેલ અને અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે તેવું જાણવા મળ્યું છે. ઈન્દ્રનલ રાજ્યગુરૂના કોંગ્રસમાં આગમનથી રાજકોટ કોંગ્રેસ વધુ મજબૂત બનશે. આ અંગે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હા હું ફરી કોંગ્રેસમાં સક્રિય થવાનો છું, આવતીકાલે અમદાવાદમાં વધુ વિગતો પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરીશ અને ફરી રાજકારણમાં સક્રિય થઈશ.
અમદાવાદમાં કાલે કોંગ્રેસમાં જોડાશે
અમદાવાદમાં હાર્દિક પટેલ અને અમિત ચાવડાની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ બપોરે 12 વાગ્યે ફરી કોંગ્રેસમાં જોડાશે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે ધનાઢ્ય ધારાસભ્યમાં તેમની ગણતરી થતી હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું હતું. ત્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટવાનો ડર લાગતા સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને એક સમયે નારાજ થઈને રાજીનામું આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ અને અમુક લોકોની નારાજગીને લઈને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.