રાજકોટમાં ભારે વરસાદ બાદ તમામ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. ત્યારે શુક્રવારે શહેર કોંગ્રેસે દરેક વોર્ડમાં યજ્ઞ કરીને સત્તાધારી પક્ષ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ હાય હાયનાં નારા લગાવીને ચક્કાજામ કર્યો હતો. સાથે જ કોંગ્રેસે ટ્રાફિકનાં નવા નિયમોનો પણ વિરોધ કર્યો હતો. જેના કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. જણાવી દઈએ કે રાજકોટ પોલીસે કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ સત્તાધારી પક્ષ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, 'રાજકોટમાં 51 કરોડ રૂપિયાનાં રસ્તા વરસાદને કારણે તૂટી ગયા છે. તમામ સોસાયટીનાં રસ્તાની હાલત પણ બિસ્માર છે. આ સાથે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. ત્યારે અમે આ યજ્ઞ એટલા માટે કરીએ છીએ કે સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે.'