108ની એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોનાં જીવ બચ્યાં છે તો ઘણી વખત તેની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હોય તેવા પણ દાખલાઓ છે. આવી જ બેદરકારીના કારણે 4 ઓક્ટોબરના રોજ CM રૂપાણીના માસિયાઇ ભાઇ અનિલભાઇના કિસ્સામાં થતાં તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે CM રૂપાણીનાં માસિયાઇ ભાઇ અનિલભાઇને શ્વાસની બીમારી થતા પરિવારે 108ની એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પહેલા તો 15થી 20 મનિટ સધુી ફોન વ્યસ્ત આવતો હતો. જે બાદ લેન્ડલાઇન પરથી ફોન લગાવતા વાત થઇ હતી. જેમાં પણ ઓપરેટરે સરનામું સમજવામાં ભૂલ કરી હતી. જેના કારણે 108ની એમ્બ્યુલન્સ બીજા જ કોઇ એડ્રેસ પર જતી રહી હતી. જે પછી એમ્બ્યુલન્સ 45 મિનિટ મોડી ઘરે પહોંચી તો હતી પરંતુ તેમાં ઘણી જ વાર થઇ ગઇ હતી અને અનિલભાઇનું મૃત્યું નીપજ્યું હતું. આ સમગ્ર હકીકત ધ્યાનમાં આવતા CM રૂપાણીએ તરત જ કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યાં છે.