રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સૌરાષ્ટ્રના કેસના સમાધાન માટે અલગ બેંચ આપવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટમાં 59 હજારથી વધુ કેસ પેન્ડિંગ હોવાના કારણે રાજકોટ કોમર્સ દ્વારા અલગ બેંચની માગ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 1956માં સૌરાષ્ટ્ર હાઇકોર્ટની માન્યતા રદ્દ થઇ હતી.