Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ એસીબી દ્રારા બાંધકામમા અડચણ ઉભી ન કરવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ લેનાર મહિલા સરપંચ સહિત તેના પતિ  વિરુધ્ધ કાર્યવાહી કરવામા આવી છે
ફરીયાદીને IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ ફરીયાદી પાસે રૂ.૪,૦૦,૦૦૦/- તથા ઘરવખરીનો સામાન, ૩-મોબાઇલ તથા બે આઇફોનની માંગણી કરેલ. જે પૈકી ઘરવખરીનો સામાન તથા બે સેમસંગ તથા એક નોકીયા મળી ૩ મોબાઇલ ફોન તથા રૂ.૫૦,૦૦૦/- રોકડા અગાઉ ફરીયાદી તથા ફરીયાદી સાથે કામ કરનાર અન્ય વ્યક્તિ પાસેથી સ્વીકારી લીધેલ અને બાકીની રકમ રૂ.૩,૫૦,૦૦૦/- તથા બે આઇ ફોન પૈકી રૂ.૧,૫૦,૦૦૦/- આજરોજ રાજકોટ આપવાનો વાયદો કરેલ હતો.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે  એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નં(૧) -(૧) હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર, સરપંચ (પદાધિકારી) વાડીનાર ગ્રામ પંચાયત તા.ખંભાળિયા જી. દેવભૂમિ દ્વારકા ૨) ડો.અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સંઘાર, (મહિલા સરપંચના પતિ) ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, સરપંચ વતી તેના પતિએ ફરીયાદી પાસેથી રૂા.૧,૫૦,૦૦૦/- ની લાંચની રકમ  ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સરોવર પોર્ટીકો હોટેલ, લીમડા ચોક, રાજકોટ શહેર ખાતે સ્વીકારતા ઝડપાય ગયા હતા.
રાજકોટ શહેરના એસીબીના અધિકારી શ્રીમયુરધ્વજસિંહ એમ.સરવૈયા અને સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક એ.પી.જાડેજા દ્રારા આ કાર્યવાહી કરવામા આવી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ