ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારા એ.જી. પેરારિવલનને છોડી મુકવામાં આવ્યો છે. જેને પગલે તે જેલમાંથી બહાર આવ્યો હતો. રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ૧૯૯૮માં પેરારિવલનને દોષી ઠેરવીને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેને બાદમાં કોર્ટે આજીવન કેદમાં ફેરવી નાખી હતી. ૧૯૯૧માં જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે તેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી, તેણે ૩૦ વર્ષથી વધુની સજા કાપી લીધી હોવાથી અંતે તેને છોડી મુકવામાં આવ્યો હતો.
૫૦ વર્ષીય પેરારિવલન પર આરોપ હતો કે તેણે રાજીવ ગાંધીની હત્યાના માસ્ટરમાઇન્ડ સિવાસરનને બે નવ વોલ્ટની બેટરી આપી હતી, જેનો ઉપયોગ બોમ્બમાં કરવામાં આવ્યો હતો. અને બાદમાં આ બોમ્બથી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ પેરારિવલને કહ્યું હતું કે મારી માતા છેલ્લા ૩૧ વર્ષથી મને છોડાવવા માટે લડી રહી હતી, તેમણે મારા માટે ઘણુ બલિદાન આપ્યું છે.