દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે.સોમવારે રજનીકાંતે પોતાની રાજકીય પાર્ટી રજની મક્કલ મંદરમને પણ વિખેરી કાઢી છે.
રજનીકાંતે કહ્યુ હતુ કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી.હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતુ રહેશે.
આ પહેલા રજનીકાંતે 29 ડિસેમ્બર 2020ના રોજ એલાન કર્યુ હતુ કે, હું રાજનીતિમાં આવવાનો નથી.પણ હાલમાં જ તેમણે ફરી કહ્યુ હતુ કે, રાજનીતિમાં ઝુકાવવા માટે હું ચર્ચા કરીશ.જોકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢીને તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણવિરામ મુકી દીધુ છે.