આઈપીએલ 2024ના 27માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 147 રન બનાવ્યા. 148 રનના ટાર્ગેટને હાંસલ કરવામાં પંજાબ કિંગ્સના બોલરોએ રાજસ્થાનના બેટ્સમેનોને હંફાવી દીધા હતા પરંતુ શિમરમ હેટમાયરે બાજી પલટી અને છેલ્લી ઓવરમાં એક બોલ બાકી રહેતા રૉયલ્સને જીત અપાવી દીધી.