IPL 2023 સીઝનમાં આજે પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં એક વખત ટાઈટલ જીતી ચૂકી છે. આ ટીમે IPLની પ્રથમ સિઝન એટલે કે 2008માં ચેમ્પિયન બની હતી. જ્યારે હૈદરાબાદની ટીમ બે વખત ટાઈટલ જીતી ચૂકી છે. 2009માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારબાદ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદના નામે ખિતાબ જીત્યો હતો. રાજસ્થાને હૈદરાબાદને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો.