રાજસ્થાનમાં સૌથી મોટું રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. રાજભવનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા રાજ્યપાલ કાલરાજ મિશ્રાને વિધાનસભા સત્ર બોલાવવા માટે આપવામાં આવેલા પ્રસ્તાવને સંસદીય કાર્ય વિભાગે પરત કરી દીધો છે. રાજભવન દ્વારા વધારે જાણકારી માગવામાં આવી છે.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે શનિવારે રાત્રે એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો કે, 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવામાં આવે. નોંધનીય છે કે, વિધાનસભા સત્ર પર અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી.
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ રવિવારે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી રાજ્યમાં ફ્લોર ટેસ્ટ કરાવવા માગે છે અને તેના માટે અપીલ કરી રહી છે પરંતુ રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવી રહ્યા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ કેન્દ્ર સરકારના ઈશારા પર ફ્લોર ટેસ્ટને લંબાવી રહ્યા છે.