રાજસ્થાનમાં સચિન પાયલટની વાપસી અને વિધાનસભામાં ગેહલોતે બહુમત સાબિત કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસમાં ફેરબદલ શરૂ થઈ ગઈ છે. પાર્ટીએ અવિનાશ પાંડેના સ્થાને અજય માકનને તાત્કાલિક પ્રભાવથી પ્રભારી મહાસચિવ નિયુક્ત કર્યા છે.
આ ઉપરાંત કોંગ્રેસે ત્રણ સભ્યોની સમિતિ પણ બનાવી છે. જેનું આશ્વાસન પાર્ટીએ સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને આપ્યું હતું. આ સમિતિમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકન સામેલ છે.
સચિન પાયલટે રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત દરમિયાન ઉઠાવેલા મુદ્દા બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસના ટોચના નેતૃત્વએ સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગહલોત વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા ત્રણ સભ્યોની સમિતિ બનાવવાનો ફેંસલો કર્યો હતો. પાર્ટીના આ નિર્ણયનું પાયલટ અને ગેહલોતે સ્વાગત કર્યું હતું.
રાજસ્થાનમાં આશરે એક મહિના સુધી ચાલેલા રાજકીટ ડ્રામા બાદ વિધાનસભા સત્રની પહેલા સચિન પાયલટે તેમના સાથી ધારાસભ્યો સાથે પાર્ટીમાં વાપસી કરી હતી. 14 ઓગસ્ટના રોજ વિધાનસભા સત્રમાં અશોક ગેહલોત સરકારે વિશ્વાસ પ્રસ્તાવ જીત્યો હતો.