કોંગ્રેસ સામે બળવાખોરી કરનાર સચિન પાયલટના ભવિષ્ય વિશે ખૂબ અનિશ્ચિતતા છે. તેમણે કહી દીધું છે કે, તેઓ ભાજપમાં નહીં જોડાય. બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે, પાયલટ સહિત દરેક બળવાખોર સભ્યો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધી ઈચ્છે છે કે, પાયલટને વધુ એક મોકો આપવામાં આવે. આ મુદ્દે એકવાર ફરી પ્રિયંકા ગાંધી વાડ્રા એક્ટિવ થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીએ કે સી વેણુગોપાલ, અહેમદ પટેલને સચિન પાયલટ સાથે વાત કરવાનુ કહ્યું છે.
માનવામાં આવે છે કે, રાહુલે કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે, પાયલટે ભલે ગમે તે કહ્યું હોય, પરંતુ તેમને પરિવારમાં પરત આવવા માટે એક મોકો આપવો જોઈએ. પહેલાં એવું માનવામાં આવતું હતું કે, પાયલટની બળવાખોરીથી રાહુલ નારાજ છે, પરંતુ હવે કહેવામાં આવે છે કે, રાહુલ પ્રયત્ન કરી રહ્યા છે કે, સચિન પાયલટ પાર્ટીમાં પરત આવે.