રાજસ્થાન હાઈકોર્ટે કોંગ્રેસમાં વિલયને લઈને બહુજન સમાજ પાર્ટી (BSP)ના 6 ધારાસભ્યો અને વિધાનસભા અધ્યક્ષને નોટિસ ઈસ્યૂ કરી છે. આ ધારાસભ્યો BSPની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જો કે પાછળથી તમામ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય મદન દિલાવરે માર્ચ મહિનામાં આ વિલય વિરુદ્ધ એક ફરિયાદ વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી સમક્ષ દાખલ કરી હતી. જે 24 જુલાઈએ તેમણે ફગાવી દીધી હતી.
હવે કોર્ટે ધારાસભ્યોને રાજસ્થાનની સત્તાધારી પાર્ટીમાં વિલય વિરુદ્ધ BSP દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા નોટિસ જારી કરી છે. જે મુજબ ધારાસભ્યો અને સ્પીકરને 11 ઓગસ્ટ સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, 2018માં સંદીપ યાદવ, વાજિબ અલી, દીપચંદ ખેરિયા, લખન મીણા, જોગેન્દ્ર અવાના અને રાજેન્દ્ર ગુઢાએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. જો કે બાદમાં સપ્ટેમ્બર 2019માં BSP ધારાસભ્યોનું આખુ ગ્રુપ કોંગ્રેસમાં સામેલ થઈ ગયું હતું.