અનામતની માગણીને લઈને એકવાર ફરીથી પ્રદેશમાં ગુર્જર આંદોલન (Gujjar Reservation Andolan) શરૂ થઈ ગયું છે. કર્નલ કિરોડી સિંહ બૈંસલા અને વિજય બૈંસલાના નેતૃત્વમાં ગુર્જર સમાજના લોકોએ પીલુપુરામાં રેલવે ટ્રેક જામ કરી દીધો. ગુસ્સે ભરાયેલા ગુર્જરોએ રેલવે ટ્રેકની ફિશ પ્લેટ સાથે જ પાટા પણ ઉખાડી નાખ્યા છે.
ગુર્જરોના આંદોલનના કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન અટકાવી દેવાયું છે. આ બાજુ ઝી રાજસ્થાન સાથે વાતચીતમાં કર્નલ બૈંસલાએ કહ્યું કે આંદોલનની રૂપરેખા હવે સરકારના નિર્ણય પર નિર્ભર કરશે. અમે મંત્રી અશોક ચાંદનાની રાહ જોઈ રહ્યા છીએ. એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે સરકારનો પ્રસ્તાવ લઈને પહોંચેલા સંજય ગોયલનો પ્રસ્તાવ વિજય બૈંસલાએ ફગાવી દીધો છે.