કોરોનાના કેર વચ્ચે દેશનાં તમામ રાજ્યમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. બધા રાજ્યની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ત્યારે શ્રમિકોની હાલત કફોડી બની છે. રાજ્યમાંથી રાજસ્થાનનાં ઉદેપુર સુધી પગપાળા જતા લોકોને રાજસ્થાન પોલીસ બોર્ડર પર પરત મુકી ગઇ છે. જે બાદ ભારે હંગામો પણ થયો હતો.
આ અંગે ગાંધીનગર આઇજી અને રાજસ્થાનના અધિકારીઓ વચ્ચે મંત્રણા પણ થઇ હતી તેમ છતાં કોઇ સમાધાન આવ્યું ન હતું. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું કડકાઇપૂર્વક પાલન કરવા માટેનાં આદેશ છે. જેના કારણે રાજ્યોની બોર્ડર પર હાલ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો અટવાયા છે. જોકે, આ સંવેદનશીલ મામલામાં આખરે ગુજરાત સરકારે આ લોકોને અરવલ્લીમાં રાખવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ લોકોને અરવલ્લીનાં જ શેલ્ટર હાઉસમાં જ રાખવામાં આવશે.