રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ ગહેલોત સરકારના વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવને સ્વિકરી લીધો છે. ગહેલોત સરકારે રાજ્યપાલને 14 ઓગસ્ટના રોજ વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી હતી.
રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલ કલરાજ મિશ્રએ રાજસ્થાન વિધાનસભાના સત્રને 14 ઓગસ્ટથી શરૂ કરવાના પ્રસ્તાવને સ્વિકૃતિ આપી દીધી છે. રાજ્યપાલે રાજસ્થાન વિધાનસભાના સત્ર દરમિયાન કોરોનાથઈ બચવાની આવશ્ય વ્યવસ્થા કરવાનો નિર્દેશ મૌખિક આપી દીધો છે.
ઉલ્લેખનિય છે કે, વિધાનસભા સત્ર બોલાવવાને લઈને છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યપાલ અને સીએમ અશોક ગહેલોત વચ્ચે તકરાર શરૂ હતી. સીએમ ગહેલોત સત્ર બોલાવવા માટે મક્કમ હતા જ્યારે રાજ્યપાલ સરકારના પ્રસ્તાવને અસ્વિકાર કરી રહ્યાં હતા. ગહેલોત સમર્થક ધારાસભ્યોએ રાજભવનમાં ધરણાં આપ્યા હતા જે બાદ રાજ્યપાલે ગહેલોતના નામે એક પત્ર લખ્યો હતો.