રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેમના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં 197 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા આશ્ચર્યજનક નામો સામે આવ્યા છે, જેમાં ભાજપે વરિષ્ઠ પત્રકાર ગોપાલ શર્માને સિવિલ લાઇનની હોટ સીટ માટે ટિકિટ આપીને ચોંકાવી દીધા છે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ સિંહ ખાચરિયાવાસ ચૂંટણી લડે છે.