રાજસ્થાનમાં કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યની 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે થયેલા મતદાનનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે.
તમામ બેઠકોનો ટ્રેન્ડ જાહેર
રાજસ્થાનમાં તમામ 199 બેઠકોના પ્રારંભિક ટ્રેન્ડ જાહેર થયા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. ભાજપ 98ના આંકડાને સ્પર્શી ગયું છે જ્યારે કોંગ્રેસ 94 બેઠકો પર આગળ છે. આ સિવાય અન્યોને 4 બેઠકો મળતી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં EVM દ્વારા 74.62 ટકા મતદાન થયું હતું. રાજ્યના 5 કરોડ 25 લાખ 48 હજાર 105 મતદારોમાંથી 3 કરોડ 92 લાખ 11 હજાર 399 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે પુરૂષ મતદારો કરતાં મહિલાઓએ મતાધિકારનો વધુ ઉપયોગ કર્યો છે. મહિલાઓની કુલ મતદાન ટકાવારી 74.72 હતી જ્યારે પુરૂષોની કુલ મતદાન ટકાવારી 74.53 હતી.