કોટાની જે.કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 107એ પહોંચી ગયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ શનિવારે કોટાની હોસ્પિટલમાં પહોંચ્યા. કોટામાં બાળકોના મોત પર સચિન પાયલટ મુખ્યમંત્રી અશોક ગહેલોત પર નિશાન સાધતા કહ્યું કે, આપણે જવાબદારી નક્કી કરવી પડશે...મને લાગે છે કે આપણે આ મુદ્દા પર વધારે સંવેદનશીલ બનવાની જરૂર છે. મહત્વનું છે કે આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજસ્થાન સરકારને નોટિસ પણ મોકલી છે.